36મી નેશનલ ગેમ્સની ભવ્ય તૈયારી:છોટાઉદેપુર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ; જિલ્લામાં વિવિધ સ્કૂલો, કોલેજોમાં કાર્યક્રમનું આયોજન કરાશે

છોટા ઉદેપુર19 દિવસ પહેલા

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત યોજાનારા કોલેજો, માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક શાળાઓમાં એકટીવેશન કાર્યક્રમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયાકર્મીઓને જાણકારી આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય 36મી, રાષ્ટ્રીય રમતોની યજમાની કરવા જઈ રહ્યું છે. જેને અનુલક્ષીને સમગ્ર રાજયમાં જાગૃતિ અભિયાન આગામી તા.12મી, સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે. એમ કહી તેમણે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતેથી આ જાગૃતિ અભિયાનનો શુભારંભ રાજયના મહિલા અને બાળકલ્યાણ તથા સામાજીક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ) મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, 36મી, નેશનલ ગેમ્સના અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની તમામ કોલેજો, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં રમત ગમત પ્રવૃતિને વેગ મળે, રમત ગમત વિશે જાણકારી મળે તે માટે છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારી-પદાધિકારીઓ ગામડાની શાળાઓમાં જશે એમ ઉમેર્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન અંગે વિગતે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસ એટલે કે, તા. 12/09/2022ના રોજ શેઠ ટી.સી.કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ, કોલેજ ખાતે સવારે 11:00થી બપોરે 12:30 કલાક દરમિયાન કોલેજ/યુનિવર્સીટી કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં કબડ્ડી, એથ્લેટિકસ્, ચેસ, ખો-ખો, રસ્સા ખેંચ તેમજ કોલેજમાં ઉપલબ્ધ સુવિધા મુજબની અન્ય રમતો યોજાશે.

બીજા દિવસે એટલે કે, તા. 13/09/2022ના રોજ સવારે 11:00થી બપોરે 12:00 કલાક દરમિયાન આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, નસવાડી અને શ્રી એસ.એન.કોલેજ, છોટાઉદેપુર ખાતે, તા. 14/09/2022ના રોજ સવારે 11:00થી 11:30 કલાક દરમિયાન સરકારી કોલેજ, કવાંટ, કૃષિ યુનિવર્સીટી, જબુગામ અને એકલવ્ય કોલેજ, કલારાણી ખાતે, તા. 15/09/2022 અને 16/09/2022ના રોજ સવારે 11:00થી 11:30 કલાક દરમિયાન જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્રિકેટ, એથ્લેટિકસ, મ્યુઝિક ચેર, ખો-ખો, રસ્સા ખેંચ, ચેસ અને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ મુજબની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...