માંગ:છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ ભંગાર હાલતમાં

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસ ઝાડી ઝાંખરાં ઊગી નીકળ્યા : નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવા સ્થાનિકોની માગ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલ સૌથી મોટી સરકારી જનરલ હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલ પોસ્ટ મોર્ટમ રૂમની સાવ ભંગાર હાલત થઈ જવા પામી છે. આસપાસ ઝાડી જાખરાં ઊગી નીકળ્યા છે. અને ભારે ગંદકી જોવા મળી રહી છે. જેને નવો બનાવવા તથા મોટો બનાવવામાં આવે એ ખૂબ જરૂરી છે.

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પાછળના ભાગમાં ટી બી હોસ્પિટલ આવેલ છે. તેની બાજુમાં પોસ્ટ મોર્ટમ રૂમ રાખવામાં આવ્યો છે. જે સાવ જુના જમાનાનો તથા સાંકળો હોઇ અને જર્જરિત હોઇ આજુબાજુમાં ભારે ગંદકી હોઇ રૂમની અંદર પણ ભારે ગંદકી જોવા મળે છે. જેને મોટો બનાવવા તથા નવો બનાવવા પ્રજાની માંગ ઉઠી છે.

ભારે ગંદકીના કારણે ત્યાં જવામાં પણ મૃતકના સગા ઘણીવાર ડર અનુભવે છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પ્રજાની સુવિધાઓ અર્થે અંદાજિત 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને હોસ્પિટલને યાંત્રિક સાધનોથી આધુનિક બનાવવામાં આવી રહી છે. ત્યારે પોસ્ટ મોર્ટમ રૂમ કેમ બાકી રહી ગયો? એ પ્રશ્ન છે.

સરકારે નિર્ણય લીધો છે કે હવે રાત્રીના સમયે પણ પોસ્ટ મોર્ટમ કરી શકાશે. પરંતુ પ્રજા ફરિયાદ કરી રહી છે કે ઘણીવાર જનરલ હોસ્પિટલ ખાતે દિવસે પણ પોસ્ટ મોર્ટમ અર્થે ડોકટરો મળતા નથી. તો રાત્રીના કેવી રીતે થઈ શકશે.

રાત્રીના સમયે જનરલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રૂમ પાસે જવામાં ઉગી નીકલેલ ઝાડી ઝાંખરા અને લાઈટના અભાવે મૃતકના સાગા પણ ડર અનુભવતા હોય છે. પ્રજાની સુવિધાઓ અર્થે જનરલ હોસ્પિટલનું આધુનિક કરણ કરવામાં આવી રહ્યું છે. જેની સાથે પીએમ રૂમ પણ પ્રજાની સવલત માટે નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...