પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ:નસવાડીમાં એક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો; ચાર ઇસમોને રૂ. 24 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા

છોટા ઉદેપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નસવાડી ગામમાં રહેતો એક ઈસમ પોતાના આર્થિક લાભ માટે જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડીને 4 જણાને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. નસવાડી ગામમાં ઇરફાનભાઈ ઉર્ફે ઇફુ રઝાકભાઈ મેમણ તેના રહેણાંક મકાનમાં આર્થિક લાભ માટે માણસો બેસાડી પત્તાપાનાનો જુગાર રમાડતો હતો.

ચાર જણાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા
​​​​​​​આ બાતમી નસવાડીના પી.એસ આઈ. ચેતન પટેલને થતાં તેમણે બાતમીવાળી જગ્યા ઉપર દરોડો પાડતાં ચાર જુગાર રમતા જુગારીયાઓને રોકડ રૂ. 13 હજાર 920 સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ રોકડ સહિત કુલ રૂ. 24 હજાર 920 સહિત ચાર જણાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

જુગાર રમતા ઝડપાયેલ ઇસમોના નામ

1) મોસિનભાઈ અહેમદભાઈ દીવાન, રહે. મેમણ કોલોની, નસવાડી

2) ઇરફાનભાઈ ઉર્ફે ઇફ્ફું રઝાકભાઈ મેમણ, રહે. નસવાડી કવાંટ રોડ, નસવાડી

3) દિલીપભાઈ ગોપાલભાઈ ભીલ, રહે. મોટા ફળીયા, ધામસિયા તા. નસવાડી

4) અયાઝભાઈ સલીમભાઈ મેમણ, રહે. મેમણ કોલોની, નસવાડી

અન્ય સમાચારો પણ છે...