પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું:છોટા ઉદેપુરમાં પોલીસ અધિકારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું

છોટા ઉદેપુર2 દિવસ પહેલા

આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરક્ષા બંદોબસ્તમાં ફરજ પર રહેનાર હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોએ આજે ખુટલિયા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત પોલીસ જવાનોએ વોટિંગ કેમ્પમાં મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી.

વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા વિવિધ ઠેકાણે ફરજ પરના કર્મીઓ મતદાન કરે તે માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં આજરોજ જિલ્લામાં બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ અને જી.આર.ડી.જવાનો માટે ખૂટલિયા હેડ ક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ તેમજ જી.આર. ડી. જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું અને લોકશાહીના પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...