તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝોલા છાપ ડોક્ટર:છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામેથી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાઓ સહિત કુલ 21,801નો મુદ્દામાલ જપ્ત, પોલીસ કાર્યવાહીથી ઝાલા છાપ ડોક્ટરોમાં ફફડાટ

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર તાલુકાના મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેવહાટ ગામે મેડીકલ ડિગ્રી વિના કોરોના મહામારીના સમયમાં માનવજાતના આરોગ્ય સાથે ચેડા કરતા ઝોલા છાપ ડોક્ટરને મેડીકલ દવાઓ, બીપી માપવાનું ઇન્સ્ટ્રુમેન્ટ થેથેસ્કોપ સાથે કુલ 21,801ના મુદ્દામાલ સાથે ઝોલા છાપ નકલી ડોક્ટરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દેવહાટ ગામ ખાતે રીતસરનું દવાખાનું ખોલી મેડીકલ દવાના સ્ટોરની જેમ એલોપેથી દવા ગોઠવી માનવ જાતના આરોગ્ય સાથે ચેડા કરતા ઝોલા છાપ ડોક્ટરને ત્યાં રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એન ભુરીયા તથા પોલીસ કર્મચારીઓએ દેવહાટ મુકામે દવાખાને દરોડો પાડતા ત્યાં ટાવર ફળીયા છોટાઉદેપુરમાં રહેતા ઉપેન્દ્રસિંહ ફતેસિંહ રાઠવા રે. પુરોહીત ફળીયાના આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો છે કોઈપણ મેડીકલ ડિગ્રી વિના મેડીકલની પ્રેક્ટીસ કરી માનવ જાતના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તેઓને રંગપુર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતા ઝોલા છાપ ડોક્ટરોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.

છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં હજુપણ ઘણી બધી જગ્યાએ બોગસ દવાખાના ચાલતા હોય અને ઉઘાડ પગા ડોક્ટરો અમૂલ્ય માનવજીવન સાથે ચેડાં કરતા હોય છે તેની પ્રજા ફરિયાદો કરી રહી છે. આ અંગે હજુ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...