ધરપકડ:6 માસ અગાઉ હત્યાના વણઉકલ્યાં ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો

છોટાઉદેપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હત્યારો આરોપી. - Divya Bhaskar
હત્યારો આરોપી.
  • આરોપીની બહેનના અનૈતિક સંબંધોમાં સાથ આપ્યાની શંકા રાખી હત્યા કરી હતી
  • ગુડા ગામમાં ગત જુલાઇમાં અંગત કારણોસર અદાવત રાખી મોતને ઘાટ ઉતારી

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગુડા ગામે રહેતી સમતિબેન જે ઇશ્વરભાઇ ધીરીયાભાઈ નાયકાની વિધવા ઉ.વ.42ને તા.30/7/2021ના 7:30 વાગ્યાથી 31/7/2021ના કલાક 6:00 વાગ્યાના સમય દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે કોઇ અંગત કારણોસર તેણીના ઘરમાં પ્રવેશ કરી માથાના ભાગે તથા શરીર ઉપર કોઇ તીક્ષ્ણ હથિયાર તેમજ કોઇ બોથડ પદાર્થ વડે જીવલેણ ઇજા પહોચાડી તેણીનું મોત નીપજાવ્યુ હતું.

સદર ગુના અંગેની તપાસ છોટાઉદેપુર LCB પીઆઈ એચ.એચ.રાઉલજીને સોંપાતા હ્યુમન સોર્સિસ અને ટેકનીકલ સર્વેલંન્સ ટીમ દ્રારા તપાસ કરતા મરનાર સમતિબેન નાનીને અનૈતિક સંબધ બાબતે અદાવત રાખી મૃત્યુ નિપજાવેલ હશે તેવું જણાઇ આવ્યું હતું. જેથી તપાસ કરતા વિક્રમ નવલસીંગભાઇ નાયક રહે. ગુડા, ઓફીસ ફળીયા, તા.જિ.છોટાઉદેપુર બનાવ વખતે ગામમાં હાજર હતો અને બીજા દિવસે કાઠીયાવાડ બાજુ મજૂરી અર્થે જતો રહેતા શક વહેમ જતા વિક્રમની ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી.

અંતે તેણે જણાવેલ કે મરનાર સમતિબેનને આરોપીની બહેનનો ગામના અન્ય ઇસમ સાથે અનૈતિક સંબધ હોય તેણીના માધ્યમથી બંન્ને મરનાર સમતિબેનના ઘરમાં મળતા હોવાની જાણ આરોપીને થતાં આ બાબતે અદાવત રાખી રાત્રીના સમયે મરનાર સમતિબેનના ઘરે જઇ ઘરમાં પડેલ કુહાડી વડે તેના માથાના ભાગે ઘા મારી મોત નીપજાવી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...