બાઈક ચોરો ઝડપાયા:મોટીબેજમાં વિદેશી દારૂ અને ચોરીની ચાર બાઈકો સાથે બે શખ્સોની પોલીસે અટકાયત કરી

છોટા ઉદેપુર17 દિવસ પહેલા

પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામે રાત્રિ દરમિયાન પાવીજેતપુર પોલીસ દ્વારા રૂ.69,000નો વિદેશી દારૂ તેમજ રૂ.1,40,000ની ચાર બાઈકો મળી કુલ રૂ.2,09,000ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

બાતમીના આધારે પોલાસે વોચ ગોઠવી
પાવીજેતપુર પોલીસ ઇન્સ્પેક્ટર જેતાવત પોતાના સ્ટાફ સાથે રાત્રિ દરમિયાન મોટીબેજ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો પોતાની મોટરસાયકલો ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ મારી રહ્યાં છે. જેથી મોટીબેજ ગામે રોડ પર રાયપુર જવાના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે બાઈકો ઉપર આરોપીઓ આવતા તેઓને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ 312 જેની કિંમત 69,000 તથા મોટરસાયકલ 4 જેની કિંમત રૂપિયા 1,40,000 મળી કુલ રૂ.2,09,000ના મુદ્દા માલ સાથે અસુડાભાઈ વેરસ્યાભાઈ તોમર, કેનિયભાઈ મોહનીયભાઈ તોમર બંને રેહ. નાનીવડાઈ, તા. કઠીવાડા, જિ. અલીરાજપુરનાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

પોલીસે બે આરોપીની અટકાયત કરી
પાવીજેતપુર પોલીસે આરોપીઓ પાસેથી મળેલી મોટરસાયકોલો બાબતે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા ચોરીની મળેલી બઈકો બોડેલી પોલીસ સ્ટેશન, નેત્રંગ પોલીસ સ્ટેશન, કામરજ પોલીસ સ્ટેશન તથા રાજગઢ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના ગુનાઓ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ચારેય બાઈકોની કિંમત રૂ.1,40,000 થતાં કુલ રૂ.2,09,000ના મુદ્દામાલ સાથે બંને આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...