મહાસંમેલનની તૈયારીઓને આખરી ઓપ:કવાંટ ખાતે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે પીઠોરાદેવનું ચિત્રનું કામ ચાલુ; બાબા પીઠોરા આદિવાસીઓનાં દેવ મનાય છે

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

આગામી 13થી 15 જાન્યુયારીના રોજ કવાંટ ખાતે આદીવાસી સાંસ્ક્રુતિક એકતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં આદીવાસીઓના દેવ બાબા પીઠોરાને લખવાનું કામ વિશ્વ પ્રસીદ્ધ લખારા પરેશ રાઠવા હાલ કરી રહ્યા છે અને આ મોટા પીઠોરા ચિત્રને કાર્યક્રમ સ્થળે પ્રદર્શનીમાં મૂકવામાં આવશે.

ચાર દીવસથી આ કાર્ય ચાલુ કર્યું છે
આગામી 13થી 15 જાન્યુઆરી દરમિયાન કવાંટના હમીરપુર ખાતે આદીવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાશે. જેની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સૌથી મહત્વનું કહી શકાય તેવા આદીવાસીઓના દેવ બાબા પીઠોરા દેવનું ખૂબ મોટું ચિત્ર તૈયાર કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ ચિત્ર પ્રસીદ્ધ પીઠોરા કલાકાર પરેશ રાઠવા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચાર દીવસથી આ કાર્ય ચાલુ કર્યું છે અને હજુ બીજા ત્રણેક દીવસ સુધી આ કાર્ય ચાલશે. હાલ 24 ફૂટ * 10 ફૂટનું ખૂબ મોટું પીઠોરા ચીત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અન્ય બીજા 10 ફૂટ * 10 ફૂટના બે પીઠોરા ચિત્ર તૈયાર કરવામાં આવનાર હોવાનું અને આ ચિત્રો કાર્યક્રમમાં રાખવામા આવેલા પ્રદર્શનીમાં મૂકવામાં આવનાર હોવાનું પરેશ રાઠવા જણાવી રહ્યા છે. આ પિઠોરાનું આદીવાસીઓ માટે શું મહત્વ છે તે પણ તેઓએ જણાવ્યુ હતું.

પિઠોરા દેવને આદિવાસીઓ શા માટે પૂજે છે?
છોટા ઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીયાં 80 % કરતાં વધુ આદીવાસીઓ વસે છે. તેમાંય મોટેભાગે રાઠવા સમુદાય વસે છે. આ આદીવાસીઓ પ્રકૃતીપૂજક છે અને તેઓ આદી અનાદી દેવો અને પૂર્વજોને જ પૂજે છે. આદીવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, જમીન માતા, અગ્ની દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે અને જેનાથી જીવ સૃષ્ટી શક્ય બની છે. જેના વગર જીવન શક્ય નથી તેવા કુદરતી અને પ્રકૃતી નિર્મિત-નૈસર્ગીક છે તેવા તત્વોની પૂજા કરે છે. મૂર્તીપૂજામાં માનતા નથી, પરંતુ પૂર્વજોના નામની સાગનાં કે સાદડના લાકડામાંથી ખાંભ (ખૂટડા) બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...