ગામની વાત:દુમાલી જૂથ પંચાયતમાં બાળકો માટે પાયલટ પ્રોજેક્ટ

તેજગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને તેમના પરિવારથી છૂટા પડતા રોકવા મદદ કરતો પાયલટ પ્રોજેક્ટ

તેજગઢ નજીક આવેલ દુમાલી જૂથ ગ્રામ પંચાયત ગામોમા “દરેક બાળક માટે પ્રેમાળ કુટુંબ”ગુજરાતમાં કુટુંબ આધારિત અને વૈકલ્પિક સંભાળ કાર્યક્રમ અંતર્ગતતા.15 અને 16 માર્ચ 2023ના રોજ પ્રસાર કાર્યશાળા (Dissemination Workshop) દીપક ફાઉન્ડેશન,ગુજરાત દ્વારા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર, યુનિસેફ, અને મિરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયાના સહયોગથી યોજાઈ હતી.

દીપક ફાઉન્ડેશન દ્વારા મિરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી ગુજરાતમાં કુટુંબ આધારિત અને વૈકલ્પિક સંભાળ કાર્યક્રમ અંતર્ગત બાળકોને તેમના પરિવારથી છૂટા પડતા રોકવા અને તેઓ પોતાનાં પરિવારમાં જ સુરક્ષિત રહી શકે તે માટે પહેરેદારી કરી શકે તે હેતુથી છોટાઉદેપુર તાલુકાના દુમાલી જૂથ પંચાયતના જલોદા, ગૂંગાવાડા, મોટી દુમાલી, નાની દુમાલી અને ખોડીવલ્લી ગામમાં પાયલટ પ્રોજેક્ટ કાર્યરત છે. જેમાં ગામના તમામ બાળકોને સુરક્ષા પ્રદાન કરી શકાય તે હેતુથી બાળ પંચાયતની રચના અને ગ્રામ્ય સ્તરની બાળ સુરક્ષા સમિતિને કાર્યાન્વિત કરેલ છે.

આ ગામોમાં સ્વયંસેવકોનું પણ એક ગ્રૂપ છે, જે વંચિત બાળકો અને પરિવારોને એમની આર્થિક સદ્ધરતા, આરોગ્ય અને માનસિક આરોગ્ય, શિક્ષણ તથા જીવનશૈલીમાં રહેલ જોખમો અને બાળ સુરક્ષા તેમજ ગામના લોકો તથા બાળ સુરક્ષા સમિતિઓને મદદરૂપ થઇ રહ્યું છે. ઉક્ત ગામોમાં ગત 3 વર્ષ દરમિયાન બાળ પંચાયત અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સભ્યો અને વોલન્ટીયરસએ પ્રોજેક્ટ અંતર્ગત કરેલ કામગીરી, અને ભવિષ્યનાં કરવાની કામગીરી અંગેનાં આયોજન માટે પ્રસાર કાર્યશાળા નું તા. 15મી માર્ચ 2023ના રોજ વનાંચલ રોસોર્ટ, જાંબુઘોડા, છોટાઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ઉક્ત વર્કશોપમાં યુનિસેફ ગાંધીનગરથી સ્ટેટ કન્સ્લટન્ટ હિમાલીબેન લેઉવા, જિલ્લા બાળ સુરક્ષા એક્મ, છોટાઉદેપુરના અધિકારી રવિદાસભાઈ રાઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુના જિલ્લા આજિવિકા મિશનના મેનેજર કેતન ભાઈ પંડિત, આસિ. મેનેજર નરસિંહભાઈ રાઠવા, સ્વચ્છ ભારત મિશનના એચ.આર.ડી. કન્સ્લટન્ટ અલ્પેશભાઈ રાઠવા, દુમાલિના જૂથ પંચાયતના માજી સરપંચ બકાભાઈ રાઠવા, પાલ્સંડા પંચાયતના ટિંકા ભાઈ રાઠવા, સહિત દીપક ફાઉન્ડેશનના ટીમ લિડરશ્રી મનોરમાબેન જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...