આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલીત, કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખડકવાડા, પુનીયાવાંટ મોડલ સ્કૂલ કેમ્પસના પ્રિન્સિપાલ વિરૂદ્ધ કાર્યવાહી કરવા શિક્ષકોએ કલેકટરને આવેદનપત્ર અાપ્યું છે. મોડેલ સ્કૂલ પુનિયાવાટ કેમ્પસમાં, કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખડકવાડામાં, નોકરી કરતા શિક્ષકોને માનસિક રીતે હેરાન કરી કોઈપણ જાતની લેખિતમાં નોટિસ આપ્યા વગર જ, છૂટા કરનાર આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનું શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં તેઓ જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષથી કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખડકવાડા પુનીયાવાટ ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં. તે દરમિયાન શાળામાં તેઓને વારંવાર માનસિક ત્રાસ આપીને, હેરાનગતિ કરવામાં આવી છે. અને શિક્ષકની નોકરીમાંથી કાઢી મૂકવા માટેનું આગોતરું આયોજન પણ કર્યું હતું.
આ શિક્ષકોને નવા સત્રથી નોકરી પર નહીં આવવાનું પણ, પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું , તેવા આ શિક્ષકોએ આક્ષેપો કર્યા છે, તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે. પ્રિન્સિપાલ સત્તાનો દુરુપયોગ કરીને, સ્કૂલમાં મળતિયાઓને ભરતી કરે છે. તેમજ જાતિગત ભેદભાવ રાખીને, કોઈપણ નોટિસ આપ્યા વિના નોકરીમાંથી છૂટા કરી દીધેલ છે. તેવાં પણ આ શિક્ષિકાએ આક્ષેપો કર્યા છે.
છોટા ઉદેપુર જિલ્લાના સ્થાનિક શિક્ષકો ટેટ two પાસ તેમજ ટેટ 9, 10 અને 11, 12 પાસ કરેલ છે. તેમજ અગાઉ ઇ.એમ. આર.એસ પુનિયાવાટ, તણખલા અને બોડેલીમાં શિક્ષિકા તરીકેનો અનુભવ પણ ધરાવે છે. તેવાં શિક્ષકોને કોઇ કારણ વગર જ છૂટા કરી દેવાયા છે. જેથી અહીંનાં સ્થાનિક શિક્ષકોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. અને પોતનાં સગાઓને છેક આણંદથી અપ ડાઉન કરી નોકરી પર બોલવામાં આવે છે. તેવા પણ આ શિક્ષકોએ આક્ષેપો કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.