ઘટક પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી:છોટા ઉદેપુરમાં ગુલાબ પેનલના શિક્ષકો દ્વારા ફોર્મ રદ થવાના મામલે ન્યાય મેળવવા કલેકટરને આવેદન

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

છોટા ઉદેપુર જીલ્લા પ્રાથમિક અને તાલુકા ઘટક સંઘની ચૂંટણી આગામી 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. જેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે જેમાં નસવાડી તાલુકા ઘટક સંઘમાં ઉમેદવારોએ બે ફોર્મ ભર્યા હતા તેમાંથી એક એક ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું અને તેની જાહેરાત ચૂંટણી અધિકારી દ્વારા કરવાની બાકી રાખીને આવા ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગુલાબ પેનલના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.

ચૂંટણી અધિકારી દ્વારા આ ફોર્મ મનસ્વી રીતે રદ કર્યો હોવાનો આક્ષેપ કરીને ગુલાબ પેનલના ઉમેદવારોના હિતમાં ન્યાય મળે તે માટે છોટા ઉદેપુર જીલ્લા કલેકટરને આજે ગુલાબ પેનલના આગેવાનો દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે લાંબા ગાળા પછી છોટા ઉદેપુર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઇને સત્તા મેળવવા માટે કાવાદાવા કરવામાં આવી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...