છોટા ઉદેપુર SOGની કામગીરી:ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો તથા ચેક બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને ઝડપી પાડ્યો

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

છોટા ઉદેપુરના રંગપુર આશ્રમ ખાતે હાલ રહેતા અને મૂળ નિશાળ ફળીયા મુંડામોર ખાતેના રહેવાસી ક્રિષ્ણાકુમાર અમદાસભાઈ રાઠવા ડુપ્લીકેટ ચલણી નોટ છાપતા હોવાની બાતમી છોટા ઉદેપુર એસ.ઓ.જી.ને મળતાં કવાંટ ખાતે રેડ કરતા પોતાની પાસેના કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા મોબાઈલની મદદથી રૂ.100ની ચલણી નોટ છાપતા હતા. તે 6 નોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડી હતી.

આ ઉપરાંત ક્રિષ્ણાકુમાર અમદાસ રાઠવાની વધુ પૂછપરછ કરતાં તેઓએ કવાંટના રાજેશ ઉર્ફે રાજુભાઈ કંસારા સમોસાવાળા પાસેથી હ્યુન્ડાઈ વરના ગાડી રૂ.2.5 લાખમાં વેચાણે લીધી હતી. જેના રૂપિયા આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં ગૂગલ ઉપરથી એક ચેક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવા માટે કવાંટના સૈડીવાસન ચોકડી પાસે ઓનલાઇનના કામ કરતા સંદીપભાઈ રાઠવાને વોટ્સેપ કરી પ્રિન્ટ કઢાવી બનાવટી ચેક રાજુભાઈ સમોસાવાળાને આપીને છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ પાનવડ પોલીસને થતા આરોપી ક્રિષ્ણાકુમાર અમદાસ રાઠવા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...