ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં પીળું પાણી આવતું હોવાની લોકોની ફરિયાદ

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં નવું પાણી આવતાં પાણીનો કલર-સ્વાદ બદલાયો

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ બંને વોટરવર્કસ ઓરસંગનદી આધારિત છે. જેનાથી નગરની 35 હજાર જેટલી વસ્તીને પાણી મળે છે. પરંતુ ઓરસંગ નદીમાં છેલ્લા 4 દિવસથી નળમાં આવતું પાણી પીળું આવતું હોય અને સ્વાદમાં પણ ફેર પડ્યો હોય તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. મધ્યપ્રદેશના ભાભરા વિસ્તારના જંગલમાંથી ઉદભવતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા કહેવામાં આવે છે. જિલ્લાના ઘણા વિસ્તારોને પાણી પૂરું પાડે છે. ઓરસંગનદી છોટાઉદેપુર થઈ ચાણોદ યાત્રાધામ ત્રિવેણી સંગમ ખાતે મળે છે. પરંતુ ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં નવું પાણી આવતા પાણીનો કલર અને સ્વાદ બદલાઈ ગયો છે. જે અંગે પ્રજા ફરિયાદ કરી રહી છે.

છોટાઉદેપુર નગરમાં દર વર્ષે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ થતાં નદીમાં નવું પાણી આવતા પાણીનો કલર અને સ્વાદમાં ફેર પડી જાય છે. જે અંગે નગરપાલિકા દ્વારા તેને ફિલ્ટર કરીને નગરમાં પાણી આપવામાં આવે જેનાથી રોગચાળો વકરે નહિ તેમ પ્રજા માંગ કરી રહી છે. ઓરસંગ નદીમાં દર વર્ષે તડબૂચ, સક્કરટેટી, ટામેટા, વગેરે પકવવામાં આવે છે. જેની વાડીઓ ઓરસંગ નદીમાં કરવામાં આવે છે. જેના લીધે નવું પાણી આવતા અને નદીમાં કરેલ વાડીઓમાં દવાઓ અને ખાતર નાખવામાં આવતા તથા બધો કચરો ધોવાઈને આવતા પાણી પીળું થઈ જતું હોય જે પાણી પીવું પ્રજાના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. જેને ફિલ્ટર કરી નગરમાં આપવામાં આવે તેમ પ્રજા માંગ કરી રહી છે.

પાણી ઉકાળીને અને ગાળીને પીવા નગરજનોને અપીલ
ઓરસંગ નદીમાં પહેલું પાણી દર વર્ષે પીળું આવતું હોય છે. નદીમાં કરવામાં આવતી તડબુચની, સક્કર ટેટી, ટામેટાની વાડીઓમાં થી બધો કચરો ધોવાઈને આવતો હોય જેના કારણે પાણીનો રંગ બદલાતો હોય છે. જે અંગે અમારા દ્વારા નગરની પ્રજાને અપીલ છે કે પાણી ઉકાળીને અને ગાળીને પીવુ જોઈએ તેમ જણાવ્યું હતું. > ઝાકિરભાઈ દડી, ઈન્ચાર્જ પ્રમુખ, છોટાઉદેપુર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...