કૂતરા કરડવાનો ભય:છોટાઉદેપુર નગરમાં રખડતા કૂતરાઓના ત્રાસથી પ્રજા પરેશાન

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરમાં આવતી જતી વ્યક્તિઓમાં કૂતરા કરડવાનો ભય
  • નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરાતા નથી

છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રસ્તે રખડતા કુતરાઓના ત્રાસથી પ્રજામાં ભારે પરેશાની જોવા મળી રહી છે. રાત્રી તથા દિવસ દરમ્યાન રસ્તે આવતા જતા વ્યક્તિઓમાં કૂતરા કરડવાનો ભય જોવા મળી રહ્યો છે. શાળાએ તથા ટ્યુશને આવતા જતા બાળકોની પાછળ દોડતા હોવાના બનાવો બની રહ્યા છે. જે અંગે સોશિયલ મિડીયા ઉપર પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

છોટાઉદેપુર નગરમાં રખડતા કુતરાઓના ત્રાસથી છુટકારો મેળવવા પાલિકામાં લેખિત રજૂઆત કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા કરાતા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવાતા ન હોવાની ફરિયાદ પ્રજા કરી રહી છે. સોશ્યિલ સાઈડ એકટીવીસ્ટ તૌફીક અશરફી ધુઆ પુઆ થઇ કુતરા કોઈના બાળકોને શિકાર બનાવશે પછી જાગશે નગરપાલિકા તેવો ફેસબુક ઉપર આક્રોશ થાલાવ્યો હતો.

છોટાઉદેપુર નગરના નૂરાની મોહલ્લાના રહીશો દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાને નગરમાં કુતરાઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે લેખિત રજૂઆત કરી છે. જેમાં તેઓ દ્વારા જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કુતરાઓની સંખ્યામાં દીન બ દીન ખૂબ જ વધારો થઇ ગયો છે. સવારે બાળકો દૂધ લેવા કે ટ્યૂશન માંટે જાય છે. ત્યારે કૂતરાઓ પાછળ દોડતા હોવાથી છોકરાઓના જીવનું જોખમ ઊભું થયું છે. કુતરાઓ દ્વારા છોકરાઓને શિકાર બનાવવાના ભૂતકાળમાં બનાવો પણ બની ચુક્યા છે. અગાઉ નગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓને નગરમાંથી દૂર કરવાની કામગીરી કરતી હતી. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...