સેવાકીય પ્રવૃતિ:પાવીજેતપુર ગાયત્રી પરિવારે 10ને કૃત્રિમ પગ, 3 લોકોને ઘોડી આપી

પાવી જેતપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાયત્રી પરિવારનો નિ:શુલ્ક કપાયેલા પગનો કેમ્પ. - Divya Bhaskar
ગાયત્રી પરિવારનો નિ:શુલ્ક કપાયેલા પગનો કેમ્પ.
  • જેમને પગ ન હોય તેમના માટે નવા કૃત્રિમ પગનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો

પાવીજેતપુર ગાયત્રી પરિવારના પરિજન ગોરધનભાઈ વાડીલાલ શાહ છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ઘણી જ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે જેઓના પગ કપાઈ ગયા છે તેવા લોકોને નિ:શુલ્ક કૃત્રિમ પગ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવા દુઃખી વ્યક્તિઓના થોડા અંશે દુઃખ દૂર કરવા અને તેઓને મદદરૂપ થવા છોટાઉદેપુર જિલ્લામાં તથા દાહોદ, નર્મદા-ભરૂચ વગેરે જિલ્લામાં આવા કેસોનું સર્વે કરી 45 વ્યક્તિઓ સોધી નવદુર્ગા ટ્રસ્ટ, દશરથના સંચાલક નિલેષભાઈ પટેલ દ્વારા 7 નવેમ્બરથી 12 નવેમ્બરના રોજ કેમ્પ દશરથ મુકામે રાખેલ તેમાં હાજર રહેલ દર્દી પૈકીમાં 10 વ્યક્તિઓને કૃત્રિમ પગ તથા 3 વ્યક્તિને ઘોડી આપી 13 વ્યક્તિઓની નિ: શુલ્ક સેવા કરવામાં આવી હતી.

હજુ આવા કેસોની બીજા તબક્કાની યાદી બનાવવામાં આવી રહી છે. તેમજ પાવીજેતપુર ગાયત્રી પરિવારના પરિજન ગોરધનભાઈ વાડીલાલ શાહ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 9 જેટલા યુવક, યુવતીઓના લગ્ન કરાનાર છે. આમ, ગાયત્રી પરિવારે પગ કપાઈ ગયા હોય તેવી વ્યક્તિઓને કૃત્રિમ પગ તેમજ ઘોડી નિ:શુલ્ક આપી સેવા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...