સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર:પાવી જેતપુરની એમ.સી. રાઠવા આર્ટસ કોલેજમાં સેમિનારનું આયોજન; વિદ્યાર્થીઓેને સાયબર ક્રાઈમથી બચવા માહિતગાર કરાયા

છોટા ઉદેપુર25 દિવસ પહેલા

પાવી જેતપુરની એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ ખાતે આજરોજ છોટા ઉદેપુર જિલ્લા પોલસ અને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને હાલના સંજોગોમાં સાયબર ક્રાઇમ અને જાગૃતિ લાવવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે પાવી જેતપુરની એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અંગે યોજાયેલ સેમિનારમાં છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે, સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ, તે માટેની માહિતી તેમજ પ્રોજેક્ટર દ્વારા સંપૂર્ણ વીડિયો દર્શાવી માહિતી આપવામાં આવી હતી. જો કોઈ આ સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોય તો તેને શું કરવું જોઈએ તે માટેની પણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીઓને પોતાની આજુબાજુમાં સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જાગૃતિ લાવવાની અપીલ કરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ અટકાવવા શું કરવું જોઈએ ?

  • મોબાઈલમાં આવતા ઓટીપી કોઈને આપવા ન જોઈએ
  • સોશિયલ મીડિયા સાઈટ પર આવતી કોઈ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહિ
  • મોબાઈલના પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું
  • સોશિયલ મીડિયાના પાસવર્ડ પણ સમયાંતરે બદલાતા રહેવું

સાયબર ક્રાઇમનો ભોગ બનનારે શું કરવું ?

  • જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો સૌથી પહેલા સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર 1930 પર જાણ કરવી અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
અન્ય સમાચારો પણ છે...