તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચારની પોલ ખુલી:પાવી જૂથ ગ્રામ પંચાયતના તારાપુરની આંગણવાડીનું ભોંયતળિયું બેસી ગયું

કદવાલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાવી જૂથ ગ્રામ પંચાયતના તારાપુર ગામે બે વર્ષ અગાઉ 14 લાખનાં ખર્ચે બનાવેલ આંગણવાડીમાં ભોંયતળિયું બેસી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. - Divya Bhaskar
પાવી જૂથ ગ્રામ પંચાયતના તારાપુર ગામે બે વર્ષ અગાઉ 14 લાખનાં ખર્ચે બનાવેલ આંગણવાડીમાં ભોંયતળિયું બેસી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે.
  • 14 લાખનાં ખર્ચે બનાવેલ આંગણવાડીમાં ભોંયતળિયું બેસી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી

પાવીજેતપુર નજીક આવેલ પાવી જૂથ ગ્રામ પંચાયતનાં તારાપુર ગામ ખાતે બે વર્ષ અગાઉ જ મહાત્મા ગાંધી રાષ્ટ્રી ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અંતર્ગત બનાવેલ આંગણવાડીનાં મકાનની કામગીરી તા.19-9-2017માં શરૂઆત કરી તા.25-2-2018માં પૂર્ણ કરી લાગતાં વળગતા સરકારી તંત્ર પાસેથી 13,96000 રૂપિયાનો સરકારી ચોપડે ખર્ચ બતાવી સરકારી નાણાં વપરાય પણ ગયા. પરંતુ ગ્રામ પંચાયતનાં વહીવટ કર્તાઓની ઘોર બેદરકારીના કારણે બે વર્ષના સમય ગાળા દરમિયાન બનાવેલ આંગણવાડીના મકાનનાં ભોય તળિયા પર બેસાડેલા પથ્થરો બેસી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડવા લાગી હોય તેમ લાગી રહ્યું છે.

કારણ કે જે તે સમયે લાગતું વળગતું સરકારી તંત્ર, કોન્ટ્રાક્ટર કે પંચાયતનાં વહીવટ કર્તાઓએ ગુણવત્તા વાળી સાધન સામગ્રીનો વપરાશ ના કર્યો હોય તેમ લાગી રહ્યું છે. આ આંગણવાડીના મકાનમાં પંખા પણ બેસાડવામાં આવ્યા નથી, શૌચાલયનાં દરવાજા બેસાડ્યા નથી, વાસણ ઘસવાના પાણીની લાઈનમાં નળ બેસાડ્યા નથી, આરો મશીન શોભાના ગાંઠિયા સમાન માળીયામાં ધૂળ ખાય રહ્યું છે અને નંદ ઘરનાં પટાંગણમાં ગાયો ભેંસોનાં ગોબરનાં ઉકરડા બનાવી દેવામાં આવ્યા છે.

કોરોના વેક્સિન મુકવા માટે આવતાં આરોગ્યનાં કર્મચારીઓ તથા આશા વર્કર, આશા બહેનો માટે તેમજ રસી મુકાવવા આવતા લોકોનાં સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થતાં હોય તેમ લાગી રહ્યું છે. જેથી લાગતાં વળગતા સરકારી તંત્રનાં અધિકારીઓ આ આંગણવાડીના મકાનની મુલાકાત લે તો જ પૂરેપૂરો ભ્રષ્ટાચાર બહાર નીકળી આવે તેમ લાગી રહ્યું છે. તો હવે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે કે નહીં તે જોવાનું રહ્યું?

અન્ય સમાચારો પણ છે...