છોટા ઉદેપુરના AAPના ઉમેદવાર જાહેર:પાર્ટી દ્વારા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે અર્જુન રાઠવાનું નામ જાહેર કર્યું; કાર્યકરો અભિનંદન પાઠવવા પહોંચ્યા

છોટા ઉદેપુર15 દિવસ પહેલા

આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 10 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર બેઠકનો પણ સમાવેશ થયો છે અને આ બેઠક માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનાં ઉપાધ્યક્ષ પ્રોફેસર અજુૅનભાઇ રાઠવાના નામની જાહેરાત થતાં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂત સાથે આગેવાનો સહિત કાર્યકરોએ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાના નામને આવકારી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં AAPની સરકાર બનશે- અર્જુનભાઈ રાઠવા
ગુજરાત વિધાનસભાની આવનાર ચૂંટણીઓમાં છોટાઉદેપુર બેઠક માટે પોતાના નામની જાહેરાત થતા પ્રોફેસર અજુૅનભાઇ રાઠવા એ તેમની પ્રતિક્રિયા આપી ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પાર્ટીના યુવાનોને રોજગારી , 300 યુનિટ મફત વીજળી સાથે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈઓ માટે ખૂબ જ અગત્યનો એવો આદિવાસીઓ નાં જાતિના દાખલા માટે ચોક્કસ કામ કરીશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...