તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડોલોમાઈટ ઉદ્યોગમાં થઈ રહેલી તકલીફોને લઈ વેપારીઓમાં રોષ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોલોમાઈટ ઉદ્યોગમાં થતી તકલીફોને લઈ વેપારીઓએ રોષે ભરાઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
  • વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર તાલુકાના આજુબાજુ વિસ્તારમાં ચાલતી 40 જેટલી ડોલોમાઈટ પથ્થરની માઇન્સ આવેલી છે અને પથ્થરનો પાઉડર બનાવવાની 100 જેટલી ફેક્ટરીઓ આવેલી છે. જે છોટાઉદેપુરના ગરીબ આદિવાસીઓ માટે રોજગારીનો એક મહત્વનો ભાગ છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ડોલોમાઈટ ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા છે.

પરંતુ હાલમાં વહીવટી તંત્ર દ્વારા થતી મુશ્કેલીના કારણે રોષે ભરાયેલા છે. સોમવારે ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વહેપારીઓએ કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીએ અધિક કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર ડોલોમાઈટ ઉદ્યોગમાં હજારો આદિવાસી લોકો પોતાની રોજગારી મેળવે છે અને ગુજરાન ચલાવે છે. સમગ્ર વિસ્તાર પછત હોવાથી રોજગારીનું એક માત્ર સાધન ડોલોમાઈટ ઉદ્યોગ છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા વારંવાર લિઝો ઉપર પોતે તથા પોતાના સ્ટાફ સાથે અણધાર્યું ચેકીંગ કરે છે અને ખોટી રીતે ટ્રકોવાળાને હેરાન કરે છે અને ટ્રકો સિઝ કરે છે. ખાણ ખનીજ ખાતાનો સ્ટાફ રૂટિન પ્રમાણે તપાસ કરે તો તેમાં કોઈ પણ વાંધો ન હોઈ શકે. આતો પ્રોસેસિંગ યુનિટ તથા માઇન્સો તથા શ્રમિક આદિવાસી વર્ગ ઉપર ધાક જમાવવાની કોશિશ કરે છે.

જો ભૂસ્તર શાસ્ત્રી મનસ્વી રીતે તપાસના બહાને હેરાન કરતા હોય તો તેઓનો ઉદ્દેશ ફક્ત ડોલોમાઈટ ઉદ્યોગ બંધ કરાવવાનો દેખાઈ રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો કોરોના કાળની મહામારીમાં રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન ઉભો થશે તેમ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો