પંજાબના CM ગુજરાતમાં:છોટા ઉદેપુરથી ભગવંત માને કહ્યું- 7 મહિના પેલા આવો જ માહોલ પંજાબમાં જોયો હતો અને 117 સીટોમાંથી 92 સીટો આવી હતી

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર જીત મેળવવા માટે કમર કસી લાધી છે અને પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. સાથે ગુજરાતમાં પગ જમાવવા માટે પ્રચાર કાર્યની શરૂઆત પણ કરી દીધી છે. આજરોજ છોટા ઉદેપુરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જે રોડ શો પાવર હાઉસથી શરૂઆત કરવામાં આવી હતી અને ઝંડા ચોક ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ ઝંડા ચોક ખાતે સભાને સંબોધતા ભગવંત માને કહ્યું કે, આવો જ માહોલ મેં 7 મહિના પહેલા પંજાબમાં જોયો હતો અને ત્યાં 177 સીટોમાંથી આમ આદમી પાર્ટીને 92 સીટો મળી હતી.

ભગવંત માને સભાને સંબોધી
છોટા ઉદેપુર જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન રોડ શો માટે છોટા ઉદેપુર ખાતે પહોંચી ગયા છે અને પાવરહાઉસ ખાતેથી ભવ્ય રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી. આ રોડ શો ઝંડાચોક ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. જ્યાં ભગવંત માને સભાને સંબોધી હતી.

નવી કહાની લખવા માટે ગુજરાતના લોકો ત્યારઃ ભગવંત માન
ભગવંત માને ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવી સભાની શરૂઆત કરી હતી અને કહ્યું કે, શહિદે આઝમ ભગતસિંહના સ્ટેચ્યું આગળ ઉભા છે, તેમળે ઇન્કલાબ ઝિંદાબાદના નારા અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે લગાવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, પહેલે લડે થે ગોરો છે, અબ લડેગે ચોરો છે. આ સાથે જ ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે, આવો જ માહોલ 7 મહિના પહેલા મે પંજાબમાં જોયો હતો અને 117 સીટોમાંથી 92 સીટો આમ આદમી પાર્ટની આવી હતી. જ્યારે યુવાનો બહાર નીકળે રહ્યાં છે, બહેનો ઘરની બહાર નીકળી રહી છે, બાળકો સહિત મહિલાઓ પોતાની બાલકની માથી હાથ હલાવી ઉત્સાહ વધારે છે, તેનો મતલબ કે નવી કહાની લખવા માટે ગુજરાતના લોકો તૈયાર છે.

20 હજાર યુવકોને સરકારી નોકરીઓ આપી
દુનિયાના દેશોમાં ભારતની ગણતરી યુવા દેશ તરીકે થાય છે. ગરીબના છોકરા ભણી-ગણીને પરિક્ષાની તૈયારી કરે છે. રાત-દિવસ મહેનત કરે છે અને પરિક્ષાની આગલી રાતે આખી રાત વાંચી સુઈજાય છે અને સવારે ઉઠે તો ખબર પડે કે પેપર તો ફૂટી ગયું છે. પંજાબમાં સરકારને બન્યાના સાત મહિના થયા છે. કહ્યું હતું કે, વિજળી ફી આપીશું, નોકરીઓ આપીશું અને વિજળી ફી આપી છે, સાથે 20 હજાર યુવકોને સરકારી નોકરીઓ પણ આપી છે. પંજાબમાં 76 લાખ વિજળીના મીટરો છે, જેમાંથી 50 લાખથી વધુ લોકોનું વિજળી બીલ ઝૂરો આવે છે.

250થી વધુ અધિકારીઓને જેલ ભેગા કર્યા
પંજાબમાં આમ આદમા પાર્ટીની સરકાર બનતાની સાથે જ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે એક એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે. જેમાં સરકારી કચેરીમાં કામ અર્થે જાવ અને કોઈ સરકારી બાબું લાંચ માંગે તો ફોટો અથવા વીડિયો બનાવી મોકલી આપો પછીનું કામ અમારૂ છે. આવા 250થી વધુ અધિકારીઓને લાંચ લેવાના ગુનામાં જેલભેગા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...