પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે છોટાઉદેપુર જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરીને ડામવા માટે લોક દરબાર પાવીજેતપુર પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાને પડતી મુશ્કેલીઓ પોલીસ સમક્ષ મુકી હતી.
છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષસ્થાને ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ 2011 અન્વયે પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે પાવીજેતપુર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મોટી આમળોલ તેમજ આજુબાજુના ગામડાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોને વ્યાજખોરી અંગે જનજાગૃતિ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. સરકારે વ્યાજખોરીના દૂષણ સામે લાલ આંખ કરી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકો પાસે ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરોની સામે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંગે વ્યાજખોરીથી બચવા લોકોને જાગૃત કરવા માટે પાવીજેતપુર પોલીસ દ્વારા પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે જિલ્લામાં પોલીસવાળામાં અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માએ મજબૂર અને લાચાર લોકોની પરિસ્થિતિ તથા ગરજનો લાભ લઈ તગડા વ્યાજે ગેરકાયદેસર નાણાની તીરદાર કરતાં ઈસમો વિરુદ્ધની આ ઝુંબેશમાં નાગરિકોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. વ્યાજખોરીનું દૂષણ ચલાવતા ઇસમોની બાતમી આપનારનું નામ ગુપ્ત રખાશે તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી જે નક્કી કરવામાં આવેલા રેટની ઉપર કોઈ પણ વ્યાજે પૈસા નહીં આપી શકે. જ્યારે રજીસ્ટર નહીં થયેલા હોય તેવા માણસ વ્યાજનો ધંધો પણ નહીં કરી શકે. જો કોઈ માણસ નિયમ વિરુદ્ધ વ્યાજ વસુલશે તેના ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરીને ડામવા માટેનો પાવીજેતપુર પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.