છોટાઉદેપુર જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2017માં શિક્ષણ સહાયક તરીકે ફિકસ પગારમાં નિમણૂક પામેલા ૩૩ શિક્ષણ સહાયકોને પૂરા પગારમાં સમાવેશ કરવા અંગેના હુકમોનું વિતરણ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, શિક્ષક સમાજ માટે ખૂબ મહત્વનો છે. સમાજના પાયામાં શિક્ષક છે. કોઇ પણ હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ શિક્ષક પાસેથી ભણીને જ આગળ આવે છે.
શિક્ષકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે એમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંખેડા તાલુકાની રતનપુર (ક) ગામની સરકારી માધ્યમિક શાળાને સ્કોચ સિલ્વર એવોર્ડ મળવા બદલ શાળાના આચાર્ય અને સ્ટાફને કલેકટર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.