શિક્ષણ:છોટાઉદેપુરમાં 100 % હાજરી સાથે પરીક્ષાર્થીઓને બોલાવવા આદેશ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશ્રમશાળાના સંચાલકોએ આદિજાતિ વિકાસ અધિકારીને જાણ કરી

છોટાઉદેપુર તાલુકામાં આવેલ આશ્રમ તથા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં પરીક્ષાના સમયે બાળકોને આશ્રમશાળાના સ્થળે પુરી હાજરી સાથે રાખવા મંત્રી રમેશભાઈ ખત્રીએ આદિજાતિ વિકાસ અધિકારી છોટાઉદેપુરને પત્ર લખી જાણ કરી છે.

લખેલ પત્રમાં જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2021/22 માં કોવિડ 19 મહામારીને કારણે ધો. 9થી 12ની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 50 ટકા વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ અર્થે બોલાવવા અને સ્થળ પર રાખવા માટેનો પરિપત્ર સરકાર દ્વારા અને આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો હતો.

પરંતુ ચાલુ વર્ષની પ્રથમ પરીક્ષા તા. 18 ઓક્ટોબરથી શરૂ થતી હોઇ જે બધા જ વિદ્યાર્થીઓને એક જ સમયે એક સરખા જ પ્રશ્ન પત્ર દ્વારા આપવાની થતી હોવાથી બધા ધો. 9થી 12ના 100 ટકા વિદ્યાર્થીઓને આશ્રમ શાળાના સ્થળ ઉપર રાખવાના થાય છે. તો પરીક્ષામાં બેસવા માટેની વર્ગ ખંડ અને રહેવા માટે કુમાર અને કન્યાઓના નિવાસ રૂમની પૂરતી વ્યવસ્થા સંસ્થા પાસે ઉપલબ્ધ છે. જે સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તા. 18 થી 31 ઓક્ટોબર સુધી 100 ટકા વિદ્યાર્થીઓને આશ્રમશાળા સ્થળ ઉપર રાખવા પત્ર લખી જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...