તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના માત્ર બે કેસ

છોટાઉદેપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી કુલ 2633 પોઝિટિવ કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોનાના કેસોમાં ગુરુવારે નવા 2 કેસ સંખેડા તાલુકાના નોંધાયા હતા. જેમાં 25 વર્ષનો યુવાન લાછરસ સંખેડા, 42 વર્ષનો આધેડ આઈ સી આઈ સી આઈ બેંક સંખેડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2633 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

ગુરુવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 597 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2589 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 8 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 723, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

સંખેડા તાલુકામાં કોરોનાનાં નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : હાલમાં 4 દર્દીઓ સારવારમાં છે
સંખેડા તાલુકામાં કોરોનાના 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર. ચૌધરી દ્વારા પ્રસિદ્ધ કરાયેલી અખબારી યાદી મુજબ લાછરસ ગામનો 25 વર્ષીય યુવક અને આઈ.સી.આઈ.સી.આઈ બેંકનો 42 વર્ષીય પુરુષ મળીને બે કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીના સંખેડા તાલુકાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 295 થયો છે. જેમાંથી ડિસ્ચાર્જ થયેલા 285 છે. હાલમાં એડમિટ દર્દી કુલ 4 છે. જિલ્લામાં આજની તારીખે સૌથી વધુ એડમિટ દર્દી સંખેડા તાલુકાના જ છે.

અન્ય સમાચારો પણ છે...