તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો, કુલ આંક 719 થયો

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તાલુકાઓમાંથી 613 સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવામાં આવ્યા
  • 654 દર્દીઓ સાજા થયા, 42 સારવારમાં જ્યારે 20ના કોરોનાથી મોત નિપજ્યાં

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 718 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તા.5 ડિસેમ્બર શનિવારના રોજ નવો 1 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 719 ઉપર પહોંચ્યો છે.

શનિવારે જિલ્લામાં જે 1 પોઝિટિવ કેસ આવ્યો તેમાં (1) 17 વર્ષની યુવતી બજાર રોડ છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે જિલ્લાના તાલુકાઓમાંથી 613 એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 654 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 42 દર્દીઓ એડમિટ છે. અને 20 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 240 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 189 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 135 કેસ, કવાંટ તાલુકા 59 કેસ, પાવીજેતપુર તાલુકા 52 કેસ નસવાડી તાલુકામાં 44 કેસ પોઝીટીવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો