કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના માત્ર 6 કેસ નોંધાયા, કુલ 2612

છોટાઉદેપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંખેડા તાલુકામાં 5 અને બોડેલી તાલુકામાં 1 કેસ પોઝિટિવ

હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીની સામે દુનિયા ઝઝુમી રહી છે. ત્યારે તેની સાથે સાથે મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) નામની બીજી બીમારીએ પણ ભરડો લીધો છે. જેને લઈ આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસિસના કુલ 11 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. પરંતુ છેલ્લાં 5 દિવસથી બીજા કોઈ કેસ સામે આવ્યા નથી. તેમ આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોનાના કેસોમાં ગરુવારે નવા 6 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે સાથે પ્રજામાં કોરોના અંગે ફેલાયેલા ગભરાટમાં પણ રાહત જોવા મળી રહી છે. અને આરોગ્ય તંત્રમાં ભારે હાશકારો ફેલાયો છે.ગુરુવાર તા. 27ના રોજ જિલ્લામાં નવા 6 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં ગુરુવારે સંખેડા તાલુકામાં 5 કેસ, અને બોડેલી તાલુકામાં 1 કેસ પોઝિટિવ નોંધાયો હતા. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2612 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

ગુરુવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 997 જેટલા એન્ટિજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2530 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલ માત્ર 46 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે. તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 758 પાવીજેતપુર તાલુકામાં 338 બોડેલી તાલુકામાં 714 સંખેડા તાલુકામાં 291 કવાંટ તાલુકામાં 211 નસવાડી તાલુકામાં 300 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં છોટાઉદેપુર તાલુકામાં ગુરુવારે 600, પાવીજેતપુર તાલુકામાં 270, બોડેલી તાલુકામાં 393, સંખેડા તાલુકામાં 368, કવાંટ તાલુકામાં 417, નસવાડી તાલુકામાં 400 આમ કુલ 2448 વ્યક્તિઓને ગુરુવારે 27 મેના રોજ કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...