કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવારે કોરોનાનો માત્ર 1 કેસ, કુલ 744

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 673 દર્દીઓને રજા અપાઇ, 47 સારવારમાં, 21ના મોત
  • 525 એન્ટિજન અને Rtcpcr સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવાયાં

છોટાઉદેપુર જિ.માં કોરોનાના કેસોમાં રોજ બરોજ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર સક્રિય બને તે જરૂરી છે.

રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 743 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આજરોજ તા 11/12/20 ના નવો 1 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 744 ઉપર પહોંચ્યો છે. આજરોજ જિલ્લામાં જે 1 પોઝિટિવ કેસ આવ્યો તેમાં (1) 55 વર્ષના આધેડ ડેપો પાસે છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 525 એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 673 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 47 દર્દીઓ એડમિટ છે. અને 21 દર્દીના મોત થયા છે.

અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 242 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 197 કેસ નોંધાયા છે. જ્યારે સંખેડા તાલુકામાં 143 કેસ, કવાંટ તાલુકામાં 66 કેસ, પાવીજેતપુર તાલુકા 52 કેસ, નસવાડી તાલુકામાં 44 કેસ કોરોના વાઇરસના પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...