તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવારે કોરોનાનો માત્ર 1 કેસ

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલમાં કોરોનાનો કુલ આંક 554 નોંધાયો

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. જે અંગે પ્રજા ભયભીત જોવા મળી રહી છે. જિલ્લામાં તા 15 સુધીમાં કોરોનાના 553 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શુક્રવાર તા 16 ઓક્ટોબરના રોજ માત્ર 1 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રને રાહત થઇ હતી. આ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 554 ઉપર પહોંચ્યો છે. શુક્રવારે જિલ્લામાં કોરોના પોઝિટિવનો નવો 1 કેસ પોઝિટિવ ઉમેરાયો હતો. જેમાં 50 વર્ષના મહિલા રહે. શિવાજી પાર્ક બોડેલીનો સમાવેશ થાય છે. હાલમાં 499 કોરોના દર્દી સાજા થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લામાં હાલ 36 દર્દી એડમિટ છે અને 16 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 604 એન્ટિજન અને આર્ટિફિશિયલ સેમ્પલ કોરોનાની તપાસ અર્થે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે. શુક્રવારના રોજ જિલ્લામાંથી 2 દર્દીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. કોરોના વાઇરસના સૌથી વધારે બોડેલી તાલુકામાં 190 કેસ નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર 139, સંખેડા 109, કવાંટ 46, પાવીજેતપુર 39 અને નસવાડીમાં 31 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો