દારૂની હેરાફેરી:કદવાલ વિસ્તારમાંથી 2 બાઇક ઉપર લઇ જવાતા દારૂ સાથે એક ઝડપાયો

પાવીજેતપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBએ કુલ 2.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • પોલીસને જોઈને ખેપિયો બાઇક છોડી ભાગી છૂટ્યો

પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચે બે બાઈક ઉપર લઇ જવાતો 1,71,392નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બે બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર એલસી.બી પોલીસ પોતાના સ્ટાફ સાથે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ખેપિયાઓ કુંડલ ગામ તરફથી બાઈક ઉપર ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી બાર ગામ તરફ રાત્રિના સમયે જતા હોય છે. જે હકીકત આધારે આંબાખૂટ ગામ પાસે નાકાબંધી કરવામાં આવી હતી, તે સમયે એક બાઈક ચાલકને બેટરી વડે ઈશારો કરી ઉભી રાખવા જણાવેલ પરંતુ દૂરથી પોલીસની ગાડીને જોઈને ખેપિયો પોતાની બાઇક રોડ ઉપર છોડી અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. બાઈક ઉપર બાંધેલ કંતાનના કોથળાને ખોલીને જોતા એમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ નંગ 309 જેની કિંમત 79,136 તેમજ બાઇકની કિંમત 30,000 મળી કુલ કિંમત 1,09,136નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આંબાખૂટ ગામે થી પકડાયેલ વિદેશી દારૂની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છોટાઉદેપુર એલસીબી પોલીસ કદવાલ પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે એક ખેપિયો બાર ગામ તરફથી કદવાલ તરફ આવી રહ્યો છે. ત્યારે બાર ગામ ત્રણ રસ્તાની આગળ કદવાલ તરફ બ્રિજ પાસે નાકાબંધી કરી દેવામાં આવી હતી. તે દરમિયાન ખેપિયો બાઈક લઈને આવતા દૂરથી પોલીસને જોઈ લેતા ખેપિયો ગભરાઈ જઈ, વધુ પૂરઝડપે પોતાની બાઈક ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે ખેપિયાએ બાઈક ઉપરનો કાબૂ ગુમાવતા બ્રિજ ઉપર સ્લીપ ખાઈને પડી ગયેલ જેમાં ખેપિયાને પેટના ભાગે તેમજ હાથે-પગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક કદવાલ સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો.

બાઈક ઉપર બાંધેલ કંતાનના કોથળાને ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તેમજ બિયર ની બોટલો નંગ 305 જેની કિંમત 92,256 તથા 40 હજારની બાઇક મળી કુલ 1,32,256 નો મુદ્દામાલ તથા આરોપી શંકરભાઈ નાનુડીયાભાઈ રાઠવા રહે. ધડાગામ,તા. જિ. છોટાઉદેપરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...