કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો, કુલ આંક 2630

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 32 શંકાસ્પદ કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના કોવિડ-19 કેસોમાં તા 5 જૂનના રોજ નવો 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. જેમાં 47 વર્ષની મહિલા બરોડા બેન્ક રોડ સંખેડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2630 કેસ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 679 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2575 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 19 જેટલા દર્દીઓ એડમિટ છે અને 36 દર્દીના મોત થયા છે. તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...