તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો, કુલ કેસ 2631

છોટાઉદેપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની તપાસ અર્થે 716 સેમ્પલ લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોનાના કેસોમાં સોમવાર તા. 7 જૂનના રોજ નવો એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. જેમાં 32 વર્ષનો યુવાન ગોલા ગામડી સંખેડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2631 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 716 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2583 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 12 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 723, સંખેડા તાલુકામાં 293, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...