કોરોના મુક્તિ:બુધવારી અમાસે ચાણોદમાં બે વર્ષ બાદ વિધિ માટે 30% શ્રદ્ધાળુ વધ્યાં

ચાંદોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમી શરૂ થતાં વિધિ માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે નર્મદા પટમાં મંડપો બંધાયાં

બુધવાર અને મહા વદ અમાસના સંયોગને લઇ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 12 હજારથી વધુ શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન સહ વિધિવિધાન અર્થે ઉમટ્યા હતા. પિતૃ કાર્ય માટે અમાવાસ્યાની તિથિ ઉત્તમ દર્શાવી હોઇ નારાયણ બલિ શ્રાદ્ધ, પિતૃતર્પણ, કાલસર્પ યોગ જેવા વિધિવિધાન અર્થે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ચાંદોદના નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા અને પોતપોતાના તીર્થ ગોર પાસે વિવિધ વિધિ-વિધાનમાં જોડાયા હતા. કોરોના કાળ દરમિયાન અમાસ, રવિવાર સહિત મહત્ત્વની તિથિઓના દિવસોમાં ચાંદોદમાં 10થી 12 હજાર યાત્રાળુઓની અવરજવર રહેતી હતી.

હવે જ્યારે કોરોનાના કેસો ઘટ્યા છે અને સરકાર તરફથી છૂટછાટ અપાઇ છે ત્યારે છેલ્લા 2 વર્ષની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 20થી 30%નો વધારો જોવા મળ્યો છે. નર્મદાના માર્કડેશ્વર, ત્રિવેણી સંગમ, મલ્હારરાવ, ચક્રતીર્થ વગેરે ઘાટના કિનારા પર બાર્હ્મણો દ્વારા વિવિધ વિધિવિધાન કરવા માટે ધાર્મિક મંડપો બાંધવામાં આવ્યા હતા. જોકે આ વખતે નર્મદામાં પાણી ઓછું હોવાથી શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...