સુખરામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા:વિધાનસભાના ટૂંકા સત્ર મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ, 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરી

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

ગુજરાત સરકારનું છેલ્લું વિધાનસભાનું સત્ર બે દિવસનું બોલાવવાનું નક્કી થતાં કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંકા સત્ર મુદ્દે આકરા પ્રહારો કરીને સરકાર પાસે 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી છે.​​​​​​​

​​​​​​​હાલની ભાજપ સરકાર માટે છેલ્લું વિધાનસભાનું સત્ર આવનાર 22 અને 23 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવ્યું છે. પરંતુ આજે કોંગ્રેસ દ્વારા આ ટૂંકા સત્રને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બે દિવસના બદલે 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરી છે. આ માંગણી સંદર્ભે સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યો પ્રશ્નો પૂછી ન શકે તે માટે અને ચર્ચાઓ ન થાય તે માટે ટૂંકી મુદતની સત્ર બોલાવવામાં આવ્યું છે.​​​​​​​

સુખરામ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, ટૂંકું સત્ર બોલાવીને વિધાનસભામાં પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.​​​​​​​ સુખરામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, સરકારનું સંચાલન કરવાવાળા હોશિયાર માણસો છે. વિધાનસભાના કલાકો વધારીને રાત્રે બાર વાગ્યા સુધી, બે વાગ્યા સુધી ચર્ચાઓ કરીને બિલો પાસ કરવાનો પ્રયત્નો કરતી હોવાનું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...