છોટાઉદેપુર નગરમાં તા. 5મી મેના રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. જેઓને આવકારવા પાર્ટીના કાર્યકરોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરની મુલાકાતે આવી રહ્યા હોય જેનોનું ભવ્ય સ્વાગત કરવા વહીવટી તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે. વર્ષોથી રોડ ઉપર પડેલા ખાડા પણ પુરી દેવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઇમારતોને રંગ રોગાન થઈ રહ્યું છે. નગરમાં જૂના થઈ ગયેલા ખખડ ધજ રસ્તાઓ ઉપર પડેલા મોટા ખાડાઓ પુરી ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધી ખાડા કૂદી કૂદીને પ્રજાની કમરો રહી ગઈ હતી. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે અચાનક રસ્તાઓ બનાવી દેવાયા તો શું અત્યાર સુધી પ્રજાના હિત અર્થે તંત્રના ધ્યાને આ વાત નહોતી આવતી તેમ પ્રજા પ્રશ્ન કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.