શાળાઓ જીવંત બની:જિલ્લામાં ધો.1થી 5નું ઓફલાઇન શિક્ષણ શરૂ, પ્રથમ દિવસેે માત્ર 16% છાત્રો હાજર!, 20 મહિના બાદ શાળાઓ જીવંત બની

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ગખંડની ક્ષમતાના 50 ટકાની હાજરી સાથે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાયા
  • ​​​​​​​છોટાઉદેપુર​​​​​​​ જિલ્લાની 1,251 શાળાના 76,723માંથી 12,372 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 5ની શાળાઓ સોમવાર તા. 22 નવેમ્બરથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું ત્યારથી શાળાઓ બંધ હતી. જે સોમવારે 20 માસ પછી શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ગ ખંડની ક્ષમતાના 50 ટકાની હાજરી સાથે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. જિલ્લાની શાળાઓમાં સેનીટાયઝર તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી બેસાડવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની ધોરણ 1 થી 5ની સરકારી 1251 શાળાઓમાં કુલ 76723 વિદ્યાર્થીઓમાંથી 12372 વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા.

ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પ્રજા પાસે સ્માર્ટ ફોનની સગવડ ન હોઇ ગામડાઓમાં નેટવર્કના અભાવે કનેક્ટિવિટીનો પ્રશ્ન હતો. જેથી ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત પણ રહ્યા છે. પરંતુ પુનઃ શાળાઓ શરૂ થતાં વાલીઓ તથા શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આશ્રમશાળાના સંચાલકો અવઢવમાં મૂકાયા
છોટાઉદેપુર પ્રાથમિક શાળાઓમાં 50% હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવતા આશ્રમશાળાના તથા રેસિડેન્સી સ્કૂલોના સંચાલકો અવઢવમાં મુકાયા હતા. 50% વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે અને બીજા દિવસે 50 ટકા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 25 કિમી દૂરથી આવતા હોઇ અને ગરીબ હોઇ આવવા જવાનું ભાડું પોસાય તેમ નથી. જેથી ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે.

શાળાઓ શરૂ કરવાનું પગલું આવકાર્ય છે
1થી 5ની શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય ભારે આવકાર્ય છે. પ્રત્યક્ષ શિક્ષણના અભાવના કારણે વિદ્યાર્થીનો માનસિક વિકાસ જોઈએ તેવો થતો નથી. ઓનલાઈન શિક્ષણ કનેક્ટિવિટીના અભાવને કારણે ઘણાને મળ્યું નથી. જેથી શાળાઓ શરૂ કરવાનું પગલું ભારે આવકાર્ય છે. - રમેશભાઈ ખત્રી, અધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળ

સંખેડા તાલુકામાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ
સોમવારથી શાળાઓના નવી શૈક્ષણિક વર્ષનો આરંભ થયો છે. સોમવારથી જ 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગોનો પણ આરંભ થયો છે. આશરે દોઢ વર્ષ બાદ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા. શાળાએ પહોંચી શાળાને પ્રણામ કરી એસ.ઓ.પી.મુજબ શાળામાં અભ્યાસ કર્યો.પહેલા દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી. ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળાને પગે લાગી શાળામાં પગ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...