ભાસ્કર વિશેષ:તેજગઢમાં ‘વહીવટી પાંખ નાઇટ ક્રિકેટ’ ટુર્નામેન્ટમાં અધિકારીઓ ક્રિકેટ રમ્યાં

તેજગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર ડીડીઓએ ક્રિકેટ રમી યુવાનોને સંદેશો આપ્યો

તેજગઢ ખાતે આવેલ તાલુકાના શ્રેષ્ઠ મેદાનમા પંચાયત સ્પોર્ટસ એન્ડ રીક્રીએસન કલબ છોટાઉદેપુરના સહયોગથી \"વહીવટી પાંખ નાઇટ ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક અધિકારીએ પોતાની ટીમને ઉતારી હતી. જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેટિંગ અને ફિલ્ડિંગ કરી સ્પોર્ટ્સમેનશીપ સાથે જિલ્લાના યુવાનોને મોબાઈલની ગેમમાંથી બહાર નીકળી રમત ગમત તરફ વળવાનો સંદેશો આપ્યો હતો.

તેજગઢ ખાતે આવેલ હાઈસ્કૂલ પાસે તાલુકા કક્ષાનો વિશાળ મેદાન આવેલ છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આકર્ષક રીતે થઈ મેદાન તૈયાર કરી પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન દ્વારા \"વહીવટી પાંખના ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 મેથી શરૂ થયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો છે. જેમાં( 1) જિલ્લા પંચાયત (2) જિલ્લા સેવા સદન (3) આદિજાતિ વિકાસ વિભાગ (4) ફોરેસ્ટ વિભાગ (5) ખાણ ખનીજ વિભાગ (6) પોલીસ વિભાગ( 7) ન્યાયાલય વિભાગ (8) નગરપાલિકા (9) માધ્યમિક શિક્ષણ વિભાગ (10) તાલુકા પંચાયતની ટીમો રમી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિહ પણ રમતગમત પ્રત્યેનો સંદેશો આપવા માટે જિલ્લા પંચાયત ટીમનું સુકાન સંભાળી મેદાનમાં ઉતાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...