કાર્યાલયનું ઉદ્દઘાટન:પાવી જેતપુરમાં કોંગ્રેસ દ્વારા કાર્યાલય શરૂ કરાયું; મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ કાર્યક્રમો કરી રહી છે. ત્યારે છોટા ઉદેપુર કોંગ્રેસ દ્વારા આજરોજ પાવી જેતપુરમાં રતનપુર ખાતે કાર્યલયનું ઉદ્દઘાટન કરાયું હતું.

મોહનસિંહ રાઠવાએ આપેલા ઝાટકાની કોંગ્રેસ કાર્યકર પર કોઈ અસર નહીં
વિધાનસભા ચૂંટણી પહેલાં છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જીવનના અંતિમ ચરણમાં કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા આજરોજ પાવી જેતપુરમાં રતનપુર ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું હતુ. આ ઉદ્દઘાટન પ્રસંગે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, સાંસદ નારણ રાઠવા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યાં હતા. આ કાર્યાલયના ઉદ્દઘાટનમાં હાજર રહેલા કાર્યકરોમાં જોમ જુસ્સો પહેલા કરતા વધુ જોવા મળી રહ્યો હતો. મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને આપેલા ઝાટકાની કોઈ અસર કોંગ્રેસના કાર્યકર ઉપર નજરે પડતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...