ચૂંટણી:છોટાઉદેપુરની 3 વિધાનસભાની ચૂંટણીને લઇ નિરીક્ષકો નિમાયા

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓબ્ઝર્વર કંટ્રોલરૂમમાં મતદારો સવારે 10થી 11માં મળી શકશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આગામી તા.5મીએ યોજાનારી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની ચૂંટણીને લઇને જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની 137 છોટાઉદેપુર વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે ઓમપ્રકાશ બકોરિયા (આઇએએસ)નીમાયા છે.

મતદાતાઓ તેમના મોબાઇલ ન.8160834962 કે લેન્ડલાઇન નંબર 02669-299124 પર તેમનો સંપર્ક કરી શકશે. જ્યારે 138-જેતપુરપાવી બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે આન્દ્ર વામસી (આઇએએસ)ની નિમણૂક કરાઇ છે. મતદારો તેમના મોબાઇલ નં. 8849514474 અથવા લેન્ડલાઇન નંબર 02669-299125 પર પણ સંપર્ક કરી શકશે.

આ ઉપરાંત 139- સંખેડા વિધાનસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે સંજયકુમાર જૈન (આઇએએસ)ની નિમણૂક કરી છે. તેમના મો. નં. 8849526262 અથવા લેન્ડલાઇન નં. 02669-299126 પર પણ સંપર્ક કરી શકાશે. ત્રણે નીરિક્ષકો સર્કિટ હાઉસ, છોટાઉદેપુરના ઓબ્ઝર્વર કંટ્રોલરૂમમાં સવારે 10થી 11 વાગ્યા દરમિયાન પણ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...