તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ટીબીના દર્દીઓ પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે તંત્ર દ્વારા નિક્ષય પોષણ સહાય

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021માં 459 દર્દીઓના બેંક એકાઉન્ટમાં રૂ.8,22,500 જેટલી રકમ જમા કરાઈ હતી

છોટાઉદેપુર જિલ્લાના ટીબીના દર્દીઓને સુવ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર લઇ શકે અને દવા ઉપરાંત પૌષ્ટિક આહાર થકી ટીબી રોગ સામે લડવાની શક્તિ વધે તેવા ઉદેશ્યથી દર મહિને 500 રૂપિયાની આર્થિક સહાય તેમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરાવવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા એપ્રિલ 2018થી અમલમાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત વર્ષ 2020 દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સારવાર પર મુકવામાં આવેલ 1600 દર્દીઓને રૂ. 45,28,500 દર્દીઓના બેંક એકાઉન્ટમાં ડાઈરેક જમા કરાવવામાં આવી હતી. તે ઉપરાંત વર્ષ 2021ના 459 દર્દીઓના બેંક એકાઉન્ટમાં રૂ.8,22,500 જેટલી રકમ જમા કરાવવા આવી હતી.

ટીબીના દર્દીઓને સરકાર તરફથી મળતી અન્ય આર્થિક સહાયની વાત કરીએ તો ટીબી રોગની સારવાર લઈને સંપૂર્ણ રોગમુક્ત બનેલ ટ્રાઈબલ દર્દીઓને સારવાર દરમિયાન અવારનવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ અર્થે જવા માટે થયેલ આર્થિક ખર્ચ પેટે રૂ.750 મળવા પાત્ર હોય છે. જે પણ વર્ષ 2020 દરમિયાન 865 દર્દીઓને રૂ. 6,48,750 જેટલી રકમ દર્દીઓના બેંક એકાઉન્ટ માં જમા કરાવવા આવી હતી. જ્યારે વર્ષ 2021 દરમિયાન 221 જેટલા દર્દીઓને રૂ.1,65,750 જેટલી રકમ જમા કરાવવા આવી હતી.

તેમજ જે ટીબીના દર્દી ઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે જતા હોય એવા દર્દીઓ શોધીને સમુદાયમાંથી ટીબી રોગને નાબૂદ કરવા માટેની ઝૂંબેશમાં મદદરૂપ થનારા ખાનગી હોસ્પિટલોના તબીબોને ટીબીનો એક કેસ શોધવા માટે રૂ. 500 ઈન્સેન્ટીવ આપવામાં આવે છે. વર્ષ 2020માં 351 દર્દીઓ ખાનગી તબીબો દ્વારા શોધવામાં આવ્યા હતા. જે માટે રૂ. 1,75,500 જેટલી રકમ ઈન્સેન્ટીવ પેટે જમા કરાવવા આવી હતી. જ્યારે વર્ષ 2021માં 68 દર્દીઓ માટે રૂ.34000 ચૂકવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...