તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:હવે 50ની હાજરીમાં જ ગંગા દશહરા ઉજવાશે

ચાંદોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મર્યાદિત શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઉજવાતો મહોત્સવ. - Divya Bhaskar
મર્યાદિત શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઉજવાતો મહોત્સવ.
  • ચાંદોદમાં મહોત્સવમાં ભીડ જામતાં તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો

તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટના કિનારે 11મીથી પ્રારંભ થયેલા અને 20 જૂન સુધી ચાલનારા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવના પ્રારંભે જ ભીડ એકત્રિત થવા લાગતાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યંુ છે. કોરોનાને અનુલક્ષી નિયમોમાં થોડી છૂટછાટ મળતાં ઉત્સાહના અતિરેકમાં ગંગાદશહરા સમિતિ આયોજક મંડળે ચાલુ વર્ષે જોરશોરથી મહોત્સવ મનાવવાની તૈયારી કરી હતી.

પરંતુ મહોત્સવના પ્રારંભે જ નદી કિનારે નગર તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા. ભીડ જોઇ પોલીસે આયોજન મંડળના સભ્યોનંુ ધ્યાન દોરી બાકીના દિવસો દરમિયાન ગાઈડ લાઈન મુજબ 50 જેટલા મર્યાદિત શ્રદ્ધાળુઓની હાજરીમાં જ મહોત્સવ ઉજવવાનો હુકમ કર્યો છે. મહોત્સવમાં થતી વિશેષ પૂજા તેમજ આરતીને શ્રદ્ધાળુઓ રોજ સાંજે 6થી 7-15 કલાક NARMADA AARTI CHANDOD GUJARAT youtube ઉપર નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...