કોરોના અપડેટ:છોટાઉદેપુરમાં એક પણ કોરોનાનો કેસ ન નોંધાયો, કોરોના પોઝિટિવનો કુલ આંક 2633 ઉપર અટક્યો

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવાર તા.11 જૂનના રોજ એક પણ કોરોના કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2633 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

શુક્રવારે કોરોના તપાસ અર્થે 697 એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં અત્યાર સુધી 2590 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપાઈ છે. હાલમાં માત્ર 7 દર્દીઓ એડમિટ છે અને 36 દર્દીના મોત થયા છે. અત્યાર સુધી છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 723, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...