કોરોનામાં ઘટાડો યથાવત:છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો, કુલ કોરોનાના 2630 કેસ નોંધાયા

છોટાઉદેપુર, શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોનાના કેસોમાં રવિવાર તા 6 જૂનના રોજ નવો એક પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2630 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસના) કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

રવિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 624 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2578 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં 16 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે.

શિનોર PHCમાં 18+ના 200 લોકોને કોરોના વેક્સિન અપાઈ, તાલુકામાં 7 દિવસથી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે કરાયેલ 30 એન્ટિજન ટેસ્ટમાં તમામ નેગેટિવ આવ્યા છે. આમ છેલ્લા 7 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શિનોર પીએચસીમાં રવિવારે 18 વર્ષથી ઉપરના 200 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે. શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા શિનોર સાધલી અને સીમળી પીએચસી દ્વારા 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટ કરાયા હતા તે તમામ નેગેટિવ આવ્યા છે. આમ શિનોર તાલુકામાં છેલ્લા 7 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

જે શિનોર તાલુકા માટે રાહતના સમાચાર છે. શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી 18થી 44 વર્ષના લોકોને કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. તારીખ 4 જૂનના રોજ સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફુલ 189 લાભાર્થી તારીખ 5 જૂનના રોજ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 170 લાભાર્થી અને તારીખ 6 જૂનના રોજ શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 200 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આમ શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા 3 દિવસમાં ફુલ 559 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપી છે. યુવાનોમાં વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શિનોર PHCના સ્ટાફ દ્વારા વેક્સિન લેવા આવનાર માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...