તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો એકેય કેસ નહીં

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 2635 ઉપર અટક્યો

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એકપણ કોરોના કેસ પોઝિટિવ નોંધાયો નથી. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે જિલ્લાવાસીઓ માટે ભારે ખુશીના સમાચાર છે. પ્રજામાં પણ આ બાબતે ભારે આનંદ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર પણ આ બાબતે ભારે રાહત અનુભવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં એક્ટિવ કેસનો આંક શૂન્ય થઈ ગયો છે. અને જિલ્લો કોરોના મુક્ત થયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2635 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ) કુલ 56 કેસ પોઝિટિવ નોંધાયા છે. મ્યુકોરમાઇકોસિસમાં શંકાસ્પદ લક્ષણો જણાવતા અત્યાર સુધીમાં 47 દર્દી સારવાર હેઠળ છે. 4 વ્યક્તિ સાજા થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. ત્યારે શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસના કારણે 5 દર્દીના મોત થયા છે.

શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 518 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. રોજના સરેરાશ 518 જેટલા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. છતાંપણ કોરોના પોઝિટિવ કેસ એકપણ નોંધાતા નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં 2598 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. અને 36 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 725, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...