તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરોધ:આડઅસર નથી, બધાએ રસી લેવી જોઇએ: રાયમુનિ મહારાજ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં રસી બાબતે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે

અક્ષરાતિત રાયમુનિ મંદિર, પ્રતાપનગરના મહંત વયોવૃદ્ધ મહંત રાયમુનિ મહારાજે પોતે રસીના બંને ડોઝ લઇ તમામ પ્રજાજનોને રસી લેવા અનુરોધ કર્યો છે.કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર ઉપાય છે. લોકોમાં રસી બાબતે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ તમામ ગેરમાન્યતાઓને રદિયો આપતા અક્ષરાતિત રાયમુનિ મંદિરના મહંત રાયમુનિ મહારાજે જિલ્લાના તમામ નાગરિકો રસીકરણ કરાવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ અંગે વાત કરતા રાયમુનિ મહારાજે જણાવ્યું હતું કે, રસી લેવાથી લોકો બીવે છે. રસી લેવાથી મરી જવાય છે એવી અફવાઓ ચાલે છે પરંતુ એવું કશું થતું નથી. મે રસીના બંને ડોઝ લીધા છે. મને કોઇ આડઅસર થઇ નથી. હું મંદિરે આવતા તમામ ભક્તગણને પણ રસી લેવા માટે કહું છું. મારા મંદિરના સભ્યોએ પણ રસી લીધી છે. રસી લેવાથી ફાયદો જ છે. તેનાથી કશું નુકસાન થવાનું નથી. માટે હું તમામને ફરજિયાત રસી લેવા અપીલ કરૂં છું એમ રાયમુનિ મહારાજે જણાવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની રાહબરીમાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષા કવચ મળી રહે એ માટે રસીકરણમાં જિલ્લાની જાહેર જનતાને સહયોગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રસીકરણની પ્રક્રિયાને વેગ મળે તેમજ જાહેર જનતામાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતા દૂર કરવા માટે ટેબ્લોના માધ્યમથી પણ લોકજાગૃતિ અભિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...