તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુરમાં ગુરુવારે કોરોના સંક્રમણનો કોઇ કેસ નોંધાયો નહિ, કુલ 2635

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરમાઇકોસિસના કારણે 5 દર્દીના મોત
  • ગુરુવારે 596 એન્ટિજન અને Rtpcr સેમ્પલ લીધા

છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે, તારીખ 16 જૂન 2021ના રોજ કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2635 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) કુલ 56 કેસ પોઝિટિવ નોંધાયા છે. મ્યુકરમાઇકોસિસમાં શંકાસ્પદ લક્ષણો જણાવતા અત્યાર સુધીમાં 47 દર્દી સારવાર હેઠળ છે. 4 વ્યક્તિ સાજા થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે, ત્યારે શંકાસ્પદ મ્યુકરમાઇકોસિસના કારણે 5 દર્દીના મોત થયા છે.

તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. બુધવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 596 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2595 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 5 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 725, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211 જ્યારે નસવાડી તાલુકામાં 301 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...