સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુર દ્વારા દ્વિ-ચક્રિય વાહનોની સિરિઝ- GJ 34 K તથા ચાર ચક્રિય વાહનોની સિરિઝ GJ 34 Hના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે હરાજી તા. 13 ઓગસ્ટના રોજ ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન દિવસ-7માં કરાવી ઓનલાઇન https://vahan.parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકાશે. 10થી 11 ઓગસ્ટ સુધી ઓકશન માટે ઓનલાઇન સી.એન.એ ફોર્મ રજિસ્ટ્રેશન કરાવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. 12 થી 13 ઓગસ્ટના રોજ ઓકશનનું બિડીંગ ઓપન થશે.
17 ઓગસ્ટના રોજ રજિસ્ટ્રેશન ફોર્મ તથા સી.એન.એ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. એમ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.