ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર ખાતે ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની અલગ અલગ શાળાઓમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યક્રમો યોજાયા

છોટાઉદેપુર ખાતે આવેલ લોક વિજ્ઞાન ઉથ્થાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો જોડાયા હતા. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી તા. 24 ફેબ્રુઆરી 2022થી 3 માર્ચ 2022 સુધી જુદા જુદા કાર્યક્રમો દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.24 ફેબ્રુઆરી 2022થી 3 માર્ચ 2022 એક સપ્તાહ સુધી કરાનાર છે. ડો. સી.વી રામન તથા ગુજકોસ્ટ દ્વારા આપેલ થીમના અનુસંધાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન પ્રદર્શન, મોડેલ ડેમોસ્ટ્રેસન,ગ્રામ સભા, આકાશદર્શન, મોડેલ વર્કશોપ, પોપ્યુલર લેકચર તથા ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

જિલ્લાની શાળાઓમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો એ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. તેમજ સ્પર્ધામાં વિજેતા થયેલ વિધાર્થીઓને આગામી સમયમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...