બોર્ડર પર દારૂની હેરાફેરી:નસવાડી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લક્ઝરીયસ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો, 9.12 લાખનો મુદ્દામાલ જપ્ત

છોટા ઉદેપુર5 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લો સરહદી જીલ્લો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ અડીને આવેલ હોવાથી દારૂ ઘુસાડવા માટે સરળ રસ્તો છે, પરંતુ જીલ્લા પોલીસની ચોકસાઇને કારણે આ વિસ્તારમાંથી અવારનવાર વિદેશી દારૂ ઝડપાય છે. ત્યારે નસવાડી પોલીસે આજે એક લક્ઝરીયસ ગાડીમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે.

ગાડીમાંથી વિદેશી દારૂની 395 બોટલ મળી આવી
આજે નસવાડી પોલીસ પેટ્રોલીંગમાં હતી, ત્યારે રતનપુરા નર્મદા મેઈન કેનાલના બ્રિજ પાસે આવતા કવાંટ તરફથી આવતી લકઝરીયસ ગાડી XUV-500 ગાડી નં. GJ 06 JM 6373 શંકાસ્પદ લાગતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી નસવાડી ગામની ચોકડી પાસે ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાં વિદેશી દારૂની 395 બોટલ મળી આવી હતી. ગાડી ઉભી રાખતા જ એક જણ ભાગી છૂટ્યો હતો. જ્યારે ગાડીનો ચાલક અરવિંદભાઈ પરથીભાઇ વણઝારા ઝડપાઈ ગયો હતો.

આ અંગે જ્યારે નસવાડીના પી.એસ.આઇ. સી.ડી.પટેલ સાથે ટેલિફોન પર વાત કરતા તેઓએ આ વિદેશી દારૂ મધ્યપ્રદેશથી વડોદરા લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. નસવાડી પોલીસે રૂ. 2,07,395/- ના વિદેશી દારૂ સહિત કુલ રૂ.9,12,395/- ના મુદ્દામાલ જેટલી મોટી માત્રામાં વિદેશી દારૂની ખેપને અંજામ સુધી પહોંચાડતા પહેલા જ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...