તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા જયંતીની ઉજવણી કરાશે, નર્મદા યાગ, નર્મદા પૂજન, દિવ્ય આરતી તથા અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાશે

ચાંદોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જયંતીની ઉજવણી સંદર્ભે ચાંદોદમાં ચાલી રહેલી તૈયારીઓ. - Divya Bhaskar
નર્મદા જયંતીની ઉજવણી સંદર્ભે ચાંદોદમાં ચાલી રહેલી તૈયારીઓ.

મહાસુદ સાતમ એટલે મા નર્મદાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે 19 ફેબ્રુઆરીએ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા કિનારાના વિવિધ ઘાટો ઉપર ભક્તિભાવપૂર્વક નર્મદા જયંતીની ચાંદોદ બ્રહ્મસમાજ, ધર્મ પ્રવૃત્તિ મંડળ, રેવા સેવા સમિતિ, નાવિક શ્રમજીવી મંડળ તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે. નર્મદા યાગ, નર્મદા પૂજન, દિવ્ય આરતી તથા અન્નકૂટ દર્શન, ચુંદડી મનોરથ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો માટેની તડામાર તૈયારીઓ કરાઈ છે. ઉપરાંત નર્મદાજીના મહિમાને દર્શાવતા લેઝર શોનું પણ આયોજન કરાયું છે.

દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે મહા સુદ સાતમને અનુલક્ષી મા નર્મદાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે નર્મદા જયંતીની ઉજવણી માટેની વિવિધ તૈયારીઓ જોવા મળી હતી. ઐતિહાસિક મલ્હારરાવ ઘાટથી મુખ્ય બજાર સુધી ધજા-પતાકા તોરણ સાથે નર્મદાજીને લગતા વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે. તો વળી સામે કિનારે સ્પષ્ટ વાંચી શકાય તેવી રીતે રેતીમાં રંગોળી તથા નર્મદે હર શબ્દાંકન કરવામાં આવ્યું છે. તો વળી કપિલેશ્વર ઘાટે શ્રી સિકોતર માતાજીને તથા જન મહારાજના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છ.ે અને ત્યાંથી છેક ત્રિવેણી સંગમ સુધી ધજાઓ દ્વારા આખાય નદી કિનારાના માર્ગને શણગાર્યો છે.

બપોરના 12-00 કલાકે નર્મદાજીના પ્રાગટ્ય સમયે નર્મદાજીની દિવ્ય આરતી બાદ શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન પૂજન-અર્ચન દૂધ પુષ્પ ચૂંદડી અર્પણ કરશે. આ નિમિત્તે નર્મદા યાગનું આયોજન કરવામાં આવ્યું છે. તો વળી 101 મીટર તથા 125 મીટરના ચુંદડી મનોરથ થકી માતાજીને સાડી અર્પણ કરવામાં આવશે. સાંધ્યકાળે 1001 દીવડા પ્રજ્વલિત કરી નર્મદાના નીરમાં તરતા મુકાશે. જે બાદ અન્નકૂટ દર્શન અને પતિતપાવની નર્મદાજીનો મહિમાવંત લેઝર શો યોજાશે. આમ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો