ચૂંટણી:છોટાઉદેપુર પાલિકાના ઉપપ્રમુખ તરીકે નરગીસ મકરાણી બિનહરીફ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના 28 પૈકી 21 સભ્યો કલેકટર ઓફિસના સભાખંડમાં હાજર રહ્યા
  • ચૂંટણીમાં બસપાના 7 સભ્યો ગેરહાજર રહ્યા

ગુરુવારે છોટાઉદેપુર નગરપાલિકા ન ઉપપ્રમુખની ચૂંટણી કલેકટર કચેરીના સભાખંડમાં નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. ઉપ પ્રમુખની ચૂંટણી દરમિયાન નરગીસબેન મકરાણી સામે કોઈએ ફોર્મ નહિ ભરતા બિન હરીફ ઉપપ્રમુખ જાહેર થયા હતા. છોટાઉદેપુર બહુજન સમાજ પાર્ટીના ઉપપ્રમુખ ઝાકીર હુસૈન દડીને અવિશ્વાસ દરખાસ્તમાં ઘર ભેગા કરી દીધા બાદ ગુરુવારે ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી.

નગરપાલિકાના 28 પૈકી 21 સભ્યો કલેકટર ઓફિસના સભાખંડમાં હાજર રહ્યા હતા. ઉપ પ્રમુખની ચૂંટણી દરમિયાન નરગીસબેન મકરાણી સામે કોઈએ ફોર્મ નહિ ભરતા બિન હરીફ ઉપપ્રમુખ જાહેર થયા હતા. ચૂંટણીમાં બસપાના 7 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ચૂંટણી અગાઉ છોટાઉદેપુર પાલિકાના ઉપ-પ્રમુખ માટે ઘણા હાઇવોલ્ટેજ ડ્રામા તથા રાજકીય કાવાદાવા થયા હતા. ચૂંટણીના એક દિવસ અગાઉ બસપાએએ પોતાનું એડી ચોટીનું જોર લગાવી દીધું હતું.

પણ પોતાનો ઉપપ્રમુખ બેસાડવામાં સફળતા મળી ન હતી. ઉપપ્રમુખ બનવા માટે અનેક પ્રકારના હાઈવોલ્ટેજ ડ્રામા થયા હતા અને મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જે દરમિયાન આજે અચાનક બસપાના 2 સભ્યોએ ભાજપને ટેકો કર્યો હતો. અને બી ટી પીના 2 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. અને અંતે નરગીસબેન મકરાણી બિનહરીફ ઉપપ્રમુખ જાહેર થયા હતા. છોટાઉદેપુર નગરના ઇતિહાસમાં પહેલી વખત મહિલા ઉપપ્રમુખ બન્યા છે.

આ ગદ્દારી વિરુદ્ધ વફાદારીની જીત છે : નરગીસબેન મકરાણી
નગરપાલિકામાં ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમ મહિલા ઉપપ્રમુખ બનેલા નરગીસ બેન મકરાણી જણાવ્યું હતું કે અમે કોઈ પણ ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર હેઠળ તમામ નગરજનોના કામ કરીશું. નરગીસ બહેને જણાવ્યું હતું કે આ ગદ્દારી વિરુદ્ધ વફાદારીની જીત છે.

નરગીસબેન ચૂંટણીના થોડા કલાકો અગાઉ બીજેપીમાં જોડાયા હતા
નરગીસબેન ચૂંટણીના થોડા કલાકો અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. નગરપાલિકામાં સંપૂર્ણ લઘુમતીમાં મુકાઈ ગયેલ બસપા પાર્ટીએ કેટલાક ભાજપના કેટલાક કાર્યકરોના સહારે રાજકીય પેંતરો રચીને તથા ભાજપના મોવડી મંડળને ગેરમાર્ગે દોરીને સત્તા ટકાવી રાખવા અનેક ધમપછાડા કર્યા હતા. સંપૂર્ણ લઘુમતીમાં મુકાઇ ગયા હોવા છતાં પણ તદ્દન ખોટી રીતે રાજકીય રમતો રમીને સત્તા ટકાવી રાખવા મથામણ કરતા લોકો આજે ફરી એકવાર હાસ્યાસ્પદ સાબિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પ્રમુખ સામે પણ અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી છે.

નગર વિકાસના કામોમાં સંપૂર્ણ સાથ-સહકાર આપીશું
નગરના ઇતિહાસમાં પહેલીવાર મુસ્લિમની દીકરી બિન હરીફ ઉપપ્રમુખ બની છે એને અભિનંદન પાઠવું છું અને નગર વિકાસના કામોમાં સંપૂર્ણ સાથ-સહકાર આપીશું.- સંગ્રામસિંહ રાઠવા, કોંગી અગ્રણી

અન્ય સમાચારો પણ છે...